એક માણસને એવી ટેવ,
ચા ને મિજાજ ગરમ સદેવ,
એક માણસને એવી ટેવ,
કામ, પાણી ઠંડા બેવ.
એક માણસને એવી ટેવ,
પાટલો, વિચાર ઊંચા સદેવ,
એક માણસને એવી ટેવ,
લક્ષ્ય ને ખાટલો નીચા બેવ.
એક માણસને એવી ટેવ,
જીભ ને ચોટલી લાંબી સદેવ,
એક માણસને એવી ટેવ,
મોરી, અક્કલ ટૂંકી બેવ.
એક માણસને એવી ટેવ,
રોટલી, ચામડી જાડી સદેવ,
એક માણસને એવી ટેવ,
દાળ ને ઘાર પાતળી બેવ.
એક માણસને એવી ટેવ,
વ્હાલાં ને કૂતરાં નજીક સદેવ,
એક માણસને એવી ટેવ,
દ્રષ્ટિ ને નોકરી દૂર બેવ.
એક માણસને એવી ટેવ,
જોડાં, અરમાન મોટાં સદેવ,
એક માણસને એવી ટેવ,
વાળ ને ચાકર નાનાં બેવ.
– ૨૬/૧૧/૨૦૨૦