ચૂંદડી માથે ઓઢી જોઈએ છે,
વાન રેશમની દોરી જોઈએ છે,
ઈશ્વર છે જેનો કૃષ્ન શામળિયો,
રાધા એને ગોરી જોઈએ છે.
ગાય, જાણો કે ધોળી, જોઈએ છે,
નખરાળી પણ થોડી, જોઈએ છે,
કપટ જે કરે છે ક્હાનથી મોટાં,
ગોપી એને ભોળી જોઈએ છે.
નોટ કડકડતી કોરી જોઈએ છે,
લાવો કરીને ચોરી, જોઈએ છે,
ગાયોય જે “કાચબા” ચારતો નથી,
કમાતી એને છોરી જોઈએ છે.
– ૦૮/૧૧/૨૦૨૧
[એક સુશીલ, સંસ્કારી, સુશિક્ષિત અને ગુણિયલ “લગ્નોત્સુક” યુવક માટે એક સુકન્યા જોઈએ છે. કન્યામાં નિમ્નલિખિત ગુણો હોવા જોઈએ….]
દરેક વિષય પર ગહન સોચ, સામાજિક તડકા અને
પૂર્ણતઃ પંક્તિ તમારી કવિતાને ચાર ચાંદ લગાવે છે.
બાપ રે! જબ્બર રચના…
કેટલી મોટી વાત કહી નાંખી….ગોરી જોઈએ ઉપરથી કમાતી છોરી જોઈએ.
અરે વાહ જોરદાર કટાક્ષ લાજવાબ રચના
😀😀😀 જોરદાર કટાક્ષ…