લલકાર

You are currently viewing લલકાર

મેં પરીક્ષા બહુ આપી, તું, તને જરા અજમાવી જો,
શસ્ત્રો લઈને ચઢ મેદાને, તારું પાણી માપી જો.

કાયમ તેં કરી મનમાની,
મારી હાલત તેં ના જાણી,
સવાલ તારા, જવાબ તું દે,
દાવ એવો ખેલી જો…મેં પરીક્ષા બહુ આપી…

મોટી મોટી હાંક્યે રાખી,
ગરદન કાયમ ઊંચી રાખી,
મહેનત કરીને સફળતાનો,
સ્વાદ જાતે ચાખી જો….મેં પરીક્ષા બહુ આપી…

મેં તો ઝીલ્યા સૌ પડકારો,
મારી પાછળ તારો વારો,
વિશ્વાસ જો “કાચબા” હોય તારા પર,
રણમાં જાતે ઉતરી જો….મેં પરીક્ષા બહુ આપી…

– ૧૧/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply