લેવડ દેવડ

You are currently viewing લેવડ દેવડ

મારું કર્મ હું કરતો જ રહીશ,
તું પણ તારું કરતો રહેજે,
ઝોળી લઈને આવતો રહીશ,
કાયમ એને ભરતો રહેજે.

નિયમો તારાં નખશીખ પાળીશ,
તું પણ વાયદા પાળતો રહેજે,
સત્યનાં પંથે ચાલી નીકળીશ,
મારી ભાળ, પણ, કાઢતો રહેજે.

મળવા તને હું આવતો રહીશ,
તું પણ મળવા આવતો રહેજે,
ફરિયાદ મારી લાવતો રહીશ,
તું, પણ, વરદાન આપતો રહેજે.

“કુર્મ” અવતારે આવતો રહીશ,
નીલકંઠ થઈને આવતો રહેજે,
મંદાર પીઠ પર ધરતો રહીશ,
મંથન તું જાતે કરાવતો રહેજે.

– ૨૬/૦૪/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments