નશો કરવાનો શોખ હોય તો, મારી પાસે આવ,
બેસ મારી બાજુમાં, ને પગ પર પગ ચઢાવ.
બોલ તને કઈ છાપ જોઈએ, શરમ સંકોચ ફગાવ,
એકથી એક ચડિયાતી અહીંયા, ફાવે તે ભરાવ.
માપીયું, બંધન કોઈ જ નથી, નથી સમયના ઘાવ,
બીજે જવાની જરૂર નથી, નાંખ અહીંયા જ પડાવ.
જમાવ મેહફીલ મસ્તાની, ને મધુર સંગીત રેલાવ,
છે તૈયારી ઝૂમવાની, તો પ્રીતનાં જામ છલકાવ,
આંખો મારી રસની ભરી, અધરો તારાં લાવ,
કરવોજ હોય જો ખરો નશો, તો હોઠે મારા લગાવ.
ભરીલે ઘૂંટડો કેફનો, ને મદમાં માથું ધૂણાવ,
ઢાળીજા “કાચબા” બાહોમાં, સમયનું ભાન ભુલાવ.
– ૧૮/૦૩/૨૦૨૧