ભાગ લેવો હોય, તો ભોગ આપવો પડે,
લાભ લેવો હોય, તો ભોગ આપવો પડે,
હાડમારી તો વગર માંગ્યે મળે, નિરાંતે-
શ્વાસ લેવો હોય, તો ભોગ આપવો પડે.
ઈર્ષા અને ધૃણા કમાવા ન જવા પડે,
પ્રેમ લેવો હોય, તો ભોગ આપવો પડે.
ગોળ પર માખી જેમ મળે ટાંટીયા ખેંચનારા,
સાથ લેવો હોય, તો ભોગ આપવો પડે.
“”કાચબા” નાં ટોળેટોળાં કેવાં સંપીને રહે!”
ગર્વ લેવો હોય, તો ભોગ આપવો પડે.
– ૧૩/૦૯/૨૦૨૧
[જીવનમાં સુખ-ચેન, નિરાંત નો શ્વાસ, સ્વજનોનો પ્રેમ અને હૂંફ… કશુંજ સાવ “મફત“માં નથી મળી જતું, એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે, ઘણું બધું જતું કરવું પડે છે, ત્યારે જઈને એ બધું મળે છે…]
જોરદાર 👌👌👌
,, 👌👌👌👌👌👌👍👍અદ્ભૂત ભાગ લેવો હોય તો ભોગ આપવો જ પડે ! એનાં વગર છૂટકો જ નથી!
ખૂબ સરસ સમજવા જેવી રચના.
વાહ… એકદમ સાચી વાતની ખૂબ સુંદર રજુઆત…ખરેખર…ઈર્ષ્યા, દ્વેષ બધું એમજ મળી જાય પણ પ્રેમ, સાથ, ગર્વ..
જેવું બધું લેવું હોય તો ભોગ આપવો જ પડે. ઓસ્સમ રચના…
કઈ પ્રાપ્ત કરવું હોય તો ગુમાવવા ની તૈયારીઓ રાખવી પડે
મફત કવિતા દ્વારા તમે સરસ શંદેશો પાઠવ્યો
કોઈની મદદ જોઈતી હોય, કોઈની પાસે કામ લેવું હોય તો થોડો ઘણો ભોગ પણ આપવો પડે … વાહ, ખુબ સુંદર વિચાર ..એકદમ ખરી વાત કરી કાચબાભાઈ…👌👌👍