મહેચ્છા

You are currently viewing મહેચ્છા

આગળ ભણવાની ઈચ્છા છે,
તને જાણવાની ઈચ્છા છે.

પુસ્તકોમાં એ જ્ઞાન નથી,
તને વાંચવાની ઈચ્છા છે.

સિદ્ધિ મંત્ર તું આપે તે-
ગણ-ગણવાની ઈચ્છા છે.

તું લે તો પરીક્ષા પણ –
ફરી દેવાની ઈચ્છા છે.

તારો અંત નથી, તે રોજ-
નવું શીખવાની ઈચ્છા છે.

વિદ્યાલય તારું સુંદર,
મને ફરવાની ઈચ્છા છે.

પામવાની પામરને- “કાચબા”,
તને સાધવાની ઈચ્છા છે.

– ૧૭/૦૨/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. મનોજ

    ખૂબ જ સરસ રચના

  2. Ishwar panchal

    સરસ રચના.