રજાનો દિવસ હોય,
ઉગતો સુરજ હોય,
ખીલતી કળી હોય,
ઠંડો પવન હોય,
મહેકતો બગીચો હોય,
ઝૂલતો હિંચકો હોય,
એક હાથ ઉકાળો હોય,
બીજા હાથમાં તું હોય,
ચકલીઓ કાંઈ ગાતી હોય,
પાંદડીઓ પણ ના’તી હોય,
તું કંઈક કે’તી હોય,
જાણે નદીઓ વહેતી હોય,
એકાંત નો ઈજારો હોય,
મોસમનો નજારો હોય,
મસ્તીલા વિચારો હોય,
તારો એક સહારો હોય,
જીવનમાં પછી “કાચબા”, બીજુ તો શું જોઈએ?