કાંટા જોઈને મારા, તમે મારા પર હસો છો?
સ્વજનોને પીંખાઇ જતા, હજી તમે જોયા નથી.
અમસ્તાં જ “હા” “ના” કરવાની લ્હાયમાં,
પાંખડીઓને ચૂંથાઈ જતા, હજી તમે જોયા નથી.
ખીલી પણ શકતી નથી, કળીઓ હસીને પૂરે પૂરી,
શ્વાસ એમના રુંધાઈ જતા, હજી તમે જોયા નથી.
માખીઓ ને ભમરા પણ ગરકી જતાં હતાશામાં,
દુનિયા એમની લૂંટાઈ જતા, હજી તમે જોયા નથી.
વીતી નથી લાગતી હજી તારા પર “કાચબા”,
કમજોરોને કચડાઈ જતા, હજી તમે જોયા નથી.
૨૬/૦૧/૨૦૨૧