મન હલકું કરી લે

You are currently viewing મન હલકું કરી લે

મને કોઈ જોતું નથી,
એવું કદી હોતું નથી,
જોય સૌ ચુપચાપ તમને,
મોઢે બસ કે’તું નથી.

કહો કોણ રોતું નથી,
આપ્તજન ખોતું નથી,
આંગળીઓ પીસી લઈને,
મોઢું કોણ ધોતું નથી.

દુઃખ કોઈ મોટું નથી,
દર્દ ના થાય, હોતું નથી,
રડી લે તું ભલે “કાચબા”
એમાં કંઈ ખોટું નથી.

– ૨૨/૧૨/૨૦૨૧

[દુઃખને મનમાં જેટલું દબાવી રાખીએ એટલું જ હૃદય પર ભાર વધારે છે અને એનાં દબાણ નીચે માણસને કચડી નાંખે છે. એટલે કહું છું કે એક આત્મીય ખભે માથું મૂકીને રડી લે, “મન હલકું કરી લે“, જે તકલીફ છે એ કહી દે. એમ કરવાથી સમસ્યા હલ થશે કે નહીં ખબર નહીં પણ મનને થોડી શાંતિ જરૂરથી મળી જશે…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    ખૂબ રચનાત્મક કડી ના તાલમેલ ગજબના.

  2. Sandipsinh Gohil

    Ati Uttam Rachna