મન મોટું રાખજે

You are currently viewing મન મોટું રાખજે

ભૂલી જાઉં છું હું તને, તું મને ભુલતો નહીં,
ચૂકી જાઉં જો હું ભલે, તું જરાય ચુકતો નહીં,

આવ્યાં છે સંસારમાં, તો સાહસ ખેડવાનાં જ રહ્યા,
તારા હાથમાં હોય એટલું, ભીંસમાં મુકતો નહીં,

આવી જવાય ભીંસમાં, તો લડી લઈશ હું જોમથી,
મુઠ્ઠી રાખજે બંધ મારી, હાથથી છુટતો નહીં,

છુટી જાય જો હાથથી, અવસરો સિદ્ધ તણાં,
ખભે મુકજે હાથ ને કહેજે ‘તું કદી તુટતો નહીં’,

શક્ય છે, તૂટી શકે એ વેદનાના ભારથી,
વિફળતાથી વ્યથિત મનનાં ‌‌વેણથી, દુભતો નહીં,

ક્યાં સુધી પણ સત્યથી હું નાસતો ફરતો રહીશ,
ભૂલ મારી ના સ્વીકારું, ત્યાં સુધી ખુલતો નહીં,

નંદીને ઓથે શિવાલે, “કાચબો” બેસી રહે, 
નામ તારું ના બોલે તો હાજરી પુરતો નહીં.

– ૨૦/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply