મદદ તો માંગવાથી જ મળે ને કાચબા,
ઝુંટવી ને કેવળ નિસાસા મળે,
મંઝીલ તો ચાલવાથી જ મળે ને કાચબા,
બેસીને કેવળ નિરાશા મળે.
કાગળ પર કંડારો હૈયાના ભાવો તો,
ભાવોને ધેરીને વર્તુળ બને,
મનમાં ને મનમાં મુંઝાયા કરો છો, તો,
ધરબીને કેવળ નિરાશા મળે.
કરી દેવ કેટલાંયે પૂજ્યા છે પથ્થર,
એ પથ્થર પૂછો તો સંશય ટળે,
કુદીને બેસો જો ઊંચા આસનીએ તો,
કુદીને કેવળ નિરાશા મળે.
માંગીને જીવવામાં નાનમ શું “કાચબા”,
માંગીને અહીંયા, તો સૌ જીવે,
પત્થર ની આગળ જો લંબાવો ઝોળી તો,
માંગીને કેવળ નિરાશા મળે.
– ૧૮/૦૫/૨૦૨૧