જેમ જેમ અંતર ઘટે છે,
તેમ તેમ ધડકન વધે છે.
જેમ જેમ પડદો હટે છે,
તેમ તેમ ધીરજ ખૂટે છે.
જેમ જેમ સાંકળ છૂટે છે,
તેમ તેમ સંકોચ તૂટે છે.
જેમ જેમ નજર ઝૂકે છે,
તેમ તેમ તલબ વધે છે.
જેમ જેમ પ્યાલો ભરે છે,
તેમ તેમ કૈફીયત ચડે છે.
જેમ જેમ હોઠ લડે છે,
તેમ તેમ બાથ ભીડે છે.
જેમ જેમ રાત વધે છે,
તેમ તેમ પારો ચડે છે.
ચાંદો “કાચબા” ઢળે છે,
એ કાલે પાછા મળે છે.
– ૦૪/૦૨/૨૦૨૧