કે’તાં તો આવે એ કહી દેવાય,
શબ્દોને પાછા પણ નહીં લેવાય.
ગુંજે છે ચિરકાળ અનંતમાં,
સ્વરો સ્વરપેટીથી જે રેલાય.
શીતળ તો એવો કે હીમખંડ,
ધારદાર કેવો આતમ ઘવાય.
વિફરે તો ઊભા કરે ઘમાસાણ,
ઠારે તો મેલાં મનનાં ધોવાય.
ધારે તો છેદી શકાય સૂર્યને,
ડુંગરને અડકી પાછા અવાય.
કંપન કોઈ સ્પર્શી જાય હાર્દને,
લીન થઈ નાદે તન-મન દોલાય.
ઉર્જા બ્રહ્માંડની પંચાક્ષરે,
ૐ જપો “કાચબા”નમો શિવાય.
– ૨૫/૦૩/૨૦૨૨
[જે મનમાં આવે એ તરત બોલી નાંખવું નહીં, કારણકે શબ્દોનાં જે દોલનો છે એટલે કે એનો જે “નાદ” છે, એ ચીરકાળ સુધી બ્રહ્માંડમાં ગુંજ્યા કરે છે અને એની જે તે સકારાત્મક કે નકારાત્મક ઉર્જા હોય એ સતત ફેલાતી રહે છે. એટલે હંમેશા સમજી વિચારીને જ શબ્દો ઉચ્ચારવા…]
અદભુત ,કવિ રજૂઆત કરવા પર પ્રકાશ પારે છે.
જે સંસ્કાર ને મઘ્યાનજર હોવું જોઈએ.