સુખ અને દુઃખ, તારે શોધી લેવાના,
આંસુ છે, વહી જવાના.
એને ક્યાં કોઈને જવાબ દેવાના,
આમંત્રણ મળ્યું, થયા રવાના.
તૈયાર કાયમ, ફરવા જવાના,
પડીકું બાંધ્યું, નીકળી પડવાના.
ચાલવાને રસ્તા, સુંવાળા મજાના,
ધીમેથી નીચે, સરકી જવાના.
દરિયા પણ એને, નાના પડવાના,
હૈયું ભરાયું, છલકાઈ જવાના.
એતો બેફિકર, ચાલ્યા કરવાના.
તારી ફરજમાં, એને રોકવાના,
લોકો તો “કાચબા” તનેજ પૂછવાના,
તારા આવેગો, તારે જોવાના
આંસુ છે, વહી જવાના.
– ૦૮/૦૧/૨૦૨૧