નહીં

You are currently viewing નહીં

હરકત કરો છો, તો જીવો છો,
શ્વાસ લો છો એટલે નહીં.

જાતે ખાત્રી કરીને જોઈ લો,
હું કહું છું એટલે નહીં .

ખર્ચાઈ જવામાં જેવી મજા છે,
ખર્ચી નાખવામાં નહીં.

લચીલી આંબે સૌ કોઈ મારે,
પથરા બાવળ પર નહીં.

આંબવાના હતા ઓરતા તારે,
આકાશ-પાતાળ સાતેય, નહીં..!!??

અચાનક તને શું, થઇ ગયુ “કાચબા”
કોઈએ કહી દીધું ‘કંઈ’, એટલે નહીં?

આદર કરું છું એમની ઇચ્છાનો,
એમણે કીધું ‘નહીં’, એટલે નહીં.

– ૨૭/11/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply