નજર ચુકવીને આવી તો ગ્યા છો, જવા નહીં દઉં,
અવસર આ મોંઘો જાણીને એળે, જવા નહીં દઉં.
ભૂલા પડીને આવી ગયા છો, કહો છો ને એવું,
ભૂલીને ઘેર તમોને પણ પાછાં, જવા નહીં દઉં.
સહી ના શકું હું મ્હેણાં તમોને લોકોના ‘જુઠ્ઠા’ ,
દીધાં વચનથી પલટી તમોને, જવા નહીં દઉં.
મજા બહુ લીધી છે તડપની અમારી, આંખનું આ
પાણી ચઢીને માથેથી ઉપર, જવા નહીં દઉં.
સિફતથી અંદર ઉતારી દીધી છે કટારી નજરની,
વાર’આ તમારો જોજો ને ખાલી, જવા નહીં દઉં.
આવી ગયા છો, ભરી લઈશ તમોને શ્વાસે-શ્વાસે,
ઉષ્મા તમારી ઉચ્છવાસે બાહર, જવા નહીં દઉં.
સંશય ના કરશો ઝડપ જોઈને સ્હેજેય “કાચબા”ની,
નિઃશાસા હૃદયને અતૃપ્તિનાં નાંખી, જવા નહીં દઉં.
– ૨૦/૧૨/૨૦૨૧
[તેં તારી મનમાની બહું ચલાવી, બહું જુઠ્ઠાણું પણ ચલાવ્યું, અને બહાનેબાજી પણ બહું કરી, પણ હવે તું પકડાઈ ગયો છે, મારી જાળમાં આવી ગયો છે. હવે તારી કોઈ પણ કરતબ “નહીં ચાલે“, હવે છટકવા નહીં દઉં….]
ખુબ સરસ શબ્દો સાથે ની અફલાતૂન રચના.