ઈશ્વર છે, એટલે પૂજા કરીએ, એવું નથી,
પૂજા કરીએ છે, એટલે ઈશ્વર છે,
ઈશ્વર છે, એટલે ચમત્કાર કરે, એવું નથી,
ચમત્કાર કરે છે, એટલે ઈશ્વર છે,
ઈશ્વર છે, એટલે વાત સાંભળશે, એવું નથી,
વાત સાંભળે છે, એટલે ઈશ્વર છે,
ઈશ્વર છે, એટલે ધ્યાન રાખશે, એવું નથી,
ધ્યાન રાખે છે, એટલે ઈશ્વર છે,
ઈશ્વર છે, એટલે સંસાર ચાલશે, એવું નથી,
સંસાર ચલવે છે, એટલે ઈશ્વર છે,
ઈશ્વર છે “કાચબા”, નમીએ, એવું નથી,
શ્રદ્ધાથી નમીએ છે, એટલે ઈશ્વર છે.
– ૧૬/૦૯/૨૦૨૧
[ઈશ્વરની પૂજા શું કામ કરવાની? એ ઈશ્વર છે, એટલે!? કોઈ પોતાની જાતને ઈશ્વર જાહેર કરે, તો શું એની પૂજા કરવા લાગી જવાનું?…”નહીં, ને“.. તો પછી કેમ કોઈની પૂજા કરવાની?…]
વાહ… ગજબ 👌👌👌🙏
શ્રદ્ધાથી નમીએ છીએ એટલે ઈશ્વર છે ….
વાહ ખૂબ જ ઉમદા અભિવ્યક્તિ :
👌👌👌👌👌
ખૂબ સરસ કવિતા.
ઈશ્વરને પુજાવું હોય તો ચમત્કાર કરતાં રહેવાં પડશે….ખૂબ ઉમદા વિચાર.. 👍👍