સવાલોના સો સમંદર,
નજાકત નીરે નાવડી,
ભમ્મર કાળી ભપકાળીને,
ચાંદ઼લાની ચાંદની,
મોહક, માદક, મસ્તાની, વળી,
શીતળ, શાંત, સોહામણી,
લજામણી લઈ લતા લુભાવની,
વેધક વજ્ર વરદાયિની,
નાજૂક નેહ નીતરતી નીશા,
આંજણ ઓજસ અણીયાળી,
કામણગારા “કાચબા”, લોચન,
તારાં ગજપથગામિની.
– ૨૪/૦૪/૨૦૨૧