આંખોથી કતલ કરતાં મેં ઘણાને જોયાં છે,
તમે પહેલાં છો કે મલમ લગાવો છો.
નજર ફેરવીને નજર લગાડતાં મેં ઘણાને જોયાં છે,
તમે પહેલાં છો કે નજર ઉતારો છો.
ડોળાં ફેરવીને ચકરે ચઢાવતાં મેં ઘણાને જોયાં છે,
તમે પહેલાં છો કે ચક્કર ચલાવો છો.
નજર ચુકવીને વાર કરતાં મેં ઘણાને જોયાં છે,
તમે પહેલાં છો, હળવેકથી હાથ અડાડો છો.
આંખો કાઢીને હપ્પ કરતાં મેં ઘણાને જોયાં છે,
તમે પહેલાં છો, હોઠ પર હોઠ મુકાવો છો.
નજરમાં રાખીને વેર વાળતાં મેં ઘણાને જોયાં છે,
તમે પહેલાં છો, રાતનો હિસાબ ગણાવો છો.
દૂરથી જોઈને નશો ચઢાવતા મેં ઘણાને જોયાં છે,
તમે પહેલાં છો “કાચબા”ને જાતે પીવડાવો છો.
– ૦૩/૦૧/૨૦૨૨
[આ આંખોમાં ઉંડાણ, આ નયનોમાં શરમ, આ લોચનનો કેફ, શું વાત કરું એની. તમારી નજરનો અંદાજ જ કંઈક એવો છે કે એને “નજરઅંદાજ” કરવું મારાં માટે શક્ય જ નથી…]
તમારી કોઇપણ રચના નજરઅંદાઝ થતી નથી…….
અદભુત.
Waah
વાહ કાચબા ભાઈ વાહ… પ્રેમની અભિવ્યક્તિ હોય તો કાચબા જેવી