નકલ

You are currently viewing નકલ

વધેલું કોઈ ને આપો, એ દાન કહેવાય નહીં,
માંગો ને કોઈ આપેતો, એ માન કહેવાય નહીં.

દરિયો એ જ બને જે, અંદર રોકી શકે,
જીભ સુધી પહોંચાડે, એ કાન કહેવાય નહીં.

શબ્દોનું પોતાનું પણ, સામર્થ્ય હોઈ શકે, પણ-
માથું જે નાં ધૂણવે, એ ગાન કહેવાય નહીં.

રંગોનું તો શું છે, જે મળ્યા એ મળ્યા,
સૂર્ય જોઈને સંતાઈ, એ પાન કહેવાય નહીં.

ટાઢ તાપ સહે તોય, હસતાં હસતાં ઝૂલે,
જમીનમાં જે સંઘરે, એ ધાન કહેવાય નહીં.

ધરમને ખાતર લડવું, પણ તોયે “કાચબો” થઈને,
મગરની સામું ઉતરો, એ સાન* કહેવાય નહીં.

– ૦૪/૦૨/૨૦૨૨

(*બુદ્ધિ, અક્કલ, સમજણ)

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    અદભુત,
    જ્ઞાન થી ભરપુર રચના.નાની રચનામાં દરિયા જેટલું
    સમજવાનું હોય છે.