નમવાનું નહીં રાખ મને,
નહીં શરમમાં નાંખ મને,
ખોટી હવા ભરાઈ જશે ને-
આવી જાશે પાંખ મને. …નમવાનું૦
ખાડામાં નહીં નાંખ મને,
અભિમાને નહીં ઢાંક મને,
ચાઠાં વગરના હાથ જોઈને,
ઊંચો તું નહીં આંક મને. …નમવાનું૦
સીધે પાટે રાખ મને,
નહીં નરકમાં નાંખ મને,
મોટ્ટઈ જો આવી ગઈ “કાચબા”,
કરી નાંખશે રાંક મને. …નમવાનું૦
– ૨૩/૦૨/૨૦૨૨
વિનમ્રતા ,જોશ અને ગજબની સબ્દો રચના થી કમાલ કરી નાખો છો.
સમજ શિખ અને આદર્શ થી ભરપુર કવિતા.
ખૂબ સરસ. લાંબા સમય પછી પણ ખુબ દુરસ્ત