ના પુષ્પમ્, ના ફલમ્

You are currently viewing ના પુષ્પમ્, ના ફલમ્

ના પાનખરનો ભય,
ના વસંતનાં વધામણાં,

ના ભમરાની ગણગણ,
ના રીસામણા મનામણાં,

ના ફોરમના શેરડા,
ના રંગો લોભામણાં,

ના માખીની બણ બણ,
ના પર્ણો લજામણાં

ના પરાગની મૌસમ,
ના પતંગિયા સોહામણાં,

ના ફાલવાના ઓરતાં,
ના ટહુકા હુલામણાં,

ના કોઈથીયે ઓછાં,
ના સહેજેય દયામણાં,

નોખાં  “કાચબા” સૌથી,
ના કોઈને અળખામણાં.

– ૧૧/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply