પાણીમાં પરપોટો જાણે,
બમનો ગોળો મોટો જાણે,
ફટ ફટ, ફટ ફટ, ફૂટ્યાં કરતો,
ફટાકડી ને, ટેટો જાણે,
હમણાં નીચે, હમણાં ઉપર,
વાનર જેમ, ઉછળતો જાણે,
બુડ બુડ, બુડ બુડ, કરતો રહેતો,
લાવા હોય, ઉકળતો જાણે,
ઉધાર લીધેલી, હવા ભરીને,
અધ્ધર થઈને, ઉડતો જાણે,
ફૂટ્યો ત્યારે, જાણ્યું “કાચબા”,
ગુમાન કીધો, ખોટો જાણે….. પાણીમાં પરપોટો૦
– ૨૩/૧૦/૨૦૨૧
[પાણીમાં એક પરપોટો થયો, જરાં ઉછળ્યો, ઉંચે ચડ્યો અને આખરે ફૂટી ગયો. જીવનનું પણ કઈંક એવું જ છે, ક્ષણિક અને “નશ્વર“, પરપોટા જેવું….]
ખૂબ ખૂબ સરસ રજુવાત 👌👌👌
એક દમ કડવું સત્ય ,જે સમજવા છતાં સ્વીકારવા
તૈયાર નથી.ખૂબ ઊંડું તત્વજ્ઞાન .
વાહ
સુંદર વાત કરી છે ✍️👌👌👌
પરપોટો ફૂટ્યો ત્યારે આખી વાત સમજાઈ… ખૂબ સરસ