નિરસ

You are currently viewing નિરસ

લાગે છે હવે તમને, મારામાં રસ નથી રહ્યો,
પ્રેમ હવે પેહલા જેવો, સમરસ નથી રહ્યો.

નાખીને જોઉં છું રોજ જ, સમર્પણ પ્યાલીમાં,
હિસ્સો તમારો ને મારો, હવે એકરસ નથી રહ્યો.

નજર઼ ઝૂકતી નથી ને હાથથી, હાથ નથી મળતા,
આદર એવો આપણી, અરસ-પરસ નથી રહ્યો.

સોનુ કરી દીધા મેં તમને, છેલ્લા એક મંત્રથી,
લોઢું થઇ ગયો છું, ત્યારનો, પારસ નથી રહ્યો.

મોળા થઇ ગયા છે શબ્દો, તમારી વાણીના,
મનને ભાવે એવો, એમાં, સબરસ નથી રહ્યો.

ખાલી થઇ ગઈ છે, શીશી, પુરાણી યાદોમાં,
તમારી આંખોમાં હવેથી, સોમરસ નથી રહ્યો.

બેસી રહું છું તરસ્યો, ને ભૂખ્યો ઉંબરા પર,
હાલત પર મારી “કાચબા”, એમને તરસ નથી રહ્યો.

– ૨૩/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply