જાળમાં એવો ફસાયો છે, કે તોડી નથી શકતો,
પગ એવો મચકાયો છે, કે દોડી નથી શકતો,
ભાર એટલો થઇ ગયો છે, સપનાઓનો, અને,
ડૂમો એટલો ભરાયો છે, કે બોલી નથી શકતો,
ભેદ સોના-પિત્તળનો, પરખી નથી શકતો,
દિવસે ચળકતા કાચને ઓળખી નથી શકતો,
પડદો એવો પડી ગયો છે અવિશ્વાસનો આંખે,
નગ્ન ઉભેલાં સત્યને પણ નીરખી નથી શકાતો.
ખૂંપી ગયો છે એટલો, પણ જાણી નથી શકતો,
તલ્લીન થયો છે એટલો, કે જોઈ નથી શકતો,
એટલાં રસથી હાડકું, ચાવે છે, પણ “કાચબા”,
રસ આ ઝરે છે દાંતનો, સમજી નથી શકતો.
– ૦૯/૦૮/૨૦૨૧
છવાયો છે આંખો પર અંધવિશ્વાસનો પડદો એટલો,
કે સત્ય સામે ઊભું છે પણ એનો વિશ્વાસ નથી,
કાચબો કહે કર વિશ્વાસ તું તારા જ દિલ પર,
એ એક જ સાચું ખોટું સમજી શકે છે જતાવી શકે છે…
ખુબ ખુબ સરસ રજુવાત 👌👌👌🙏
ખુબ જ સુંદર રચના
મનુષ્યને ધણી અણમોલ વસ્તુ કુદરતે આપી હોવા છતા
તે જોઈ નથી સકતો. જે કવિતામાં પ્રતિબિંબિત થાય છે.