બંધન કોને પસંદ? બંધારણ તોયે જરૂરી છે,
થોડા નિયમ જરૂરી છે, થોડો સંયમ જરૂરી છે.
વ્યવહાર જે પણ કરો, વ્યવહારિક થાવ, જરૂરી છે,
એક કિંમત જરૂરી છે, અને એક પહોંચ જરૂરી છે.
એકાંત ભલે વ્હાલું, એકત્રિત થાવ, જરૂરી છે,
મિલનની રાત જરૂરી છે, હૃદયની વાત જરૂરી છે.
ભાવ પ્રણયનાં શુદ્ધ, અને, અહોભાવ જરૂરી છે,
મહેકતાં હોઠ જરૂરી છે, નીતરતા નૈન જરૂરી છે.
નામ મળે “કાચબો”, નામના થાય જરૂરી છે,
કલમમાં ધાર જરૂરી છે, શબ્દો પર ભાર જરૂરી છે.
– ૧૭/૦૩/૨૦૨૧