નિયતિ

You are currently viewing નિયતિ

આખરે એ જ થવાનું છે,
જે એને ગમવાનું છે,
પ્રયત્નો લાખ કરે, ફળશે-
જેટલું જે ફળવાનું છે.

આવે ના કોઈ તારી વ્હારે,
તારું તારે કરવાનું છે.
સીતાને એક તારે કાયમ-
અગ્નિ, ભડ ભડ બળવાનું છે.

જો એ ખેંચે તો ઉપર છે,
નહીં તો નીચે પડવાનું છે.
નાસીને ક્યાં છટકશે બોલ,
એને અંતે મળવાનું છે.

તું શું સમજે તારાં હાથે,
તણખલું પણ હલવાનું છે?
સ્વયં “કાચબા” છે ઘડવૈયો,
બધું ખાલી કહેવાનું છે.   …આખરે૦

– ૦૬/૦૪/૨૦૨૨

[એવું કહેવાય તો છે કે કરેલું નિષ્ફળ જતું નથી પણ વાસ્તવમાં તો આપણે કેટલું બધું કર્મ કરીએ છીએ અને એમાંનું કેટલું બધું તો નિષ્ફળ પણ જાય છે અને ધાર્યુ પરિણામ આપતું નથી. પણ ખબર નહીં કેમ, ત્યારે આપણે એ શબ્દો બોલનારને સવાલ કરવાને બદલે એને આપણી “નિયતિ” સમજીને ચૂપચાપ સ્વીકારી લઈએ છીએ…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 3 Comments

  1. Pravina sakhiya

    એકદમ સાચીવાત..ગમે એટલા પ્રયત્ન કરીએ આખરે ધાર્યું ધણીનું થાય….
    સચોટ રજૂઆત 👍👌

  2. Ishwar panchal

    કર્મ વિશેનું કવિ નું મનોમંથન જાગૃકતા પ્રેરિત છે.જે
    જૂના વિચારોને પડકારિત કરે છે.

  3. શિતલ માલાણી 'સહજ '

    એકદમ સચોટ વાત કહી..આપણા ધારવાથી કશું નથી થવાનું.