તરી ગયા પથરા પણ
એક રામ નામે,
કિનારે હમો, રાધવની
શોધમાં જ રહી ગયા.
રોકાયા નહીં એઓ,
અમાસની રાતે,
અમે દિવસે ચાંદનીની,
ખોજમાં જ રહી ગયા.
જોયા નહીં કાંટા કે
કાંકરા પણ એમણે,
બૂટ અમે પાલીસ
કરતા જ રહી ગયા.
રોકી ન શક્યા ડગ
વંટોળિયા, એમના,
ધુમ્મસને ફૂંક અમે
મારતા જ રહી ગયા.
સમજ્યા નહીં પુરુષાર્થની
શક્તિ ને “કાચબા”,
પ્રારબ્ધના પાપે, હાથ
ઘસતાં જ રહી ગયા.
– ૧૫/૧૧/૨૦૨૦