પાછળ રહી ગયો છું

You are currently viewing પાછળ રહી ગયો છું

આખા બોલો છું, એટલે જ આખો નડું છું,
આખા બોલો છું, એટલે જ પાછો પડું છું,

વિચાર કરતો નથી કોઈ નફા કે નુકશાનનો,
સાચી વાત પર અડું છું, એટલે જ પાછો પડું છું,

ફૂલોની ચાદર નહિ, ખાડો છે નીચે તો,
સમજાવવા એને લડું છું, એટલે જ પાછો પડું છું,

અરીસો પણ બતાવું છું, ને મ્હોરાં પણ ઉતારું છું,
કપરાં ચઢાણ ચડું છું, એટલે જ પાછો પડું છું,

ફોડવું હોય છે ઠીકરું, જયારે અપશુકનના નામનું,
સૌથી પહેલો જડું છું, એટલે જ પાછો પડું છું,

હાંસી પણ કરે છે ને મ્હેણાં મારતાં જાય છે,
સત્યના માર્ગે સડું છું, એટલે જ પાછો પડું છું,

ઉતારી નથી શકતો “કાચબા”, ચશ્મા એની આંખેથી,
વ્યથિત થઈને રડું છું, એટલે જ પાછો પડું છું.

– ૩૦/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply