પક્ષપલટો

You are currently viewing પક્ષપલટો

કાષ્ટ ને સોનુ, સોનાને કાષ્ટ કરી નાંખે છે,
જરુર પડે ત્યારે તેને ઇષ્ટ કરી નાંખે છે.

સાંપને તો ખૂંચે છે, એટલે બદલે છે,
તું કાચલી બદલવાનેજ, શિસ્ત કરી નાંખે છે.

વિચાર નથી કરતો, કે જરૂર ફરીથી પડશે,
છાંયડા માટે સૂર્યને પણ, અસ્ત કરી નાંખે છે.

કામ પૂરું થયા પછી, તરત પીઠ બતાવે છે,
સ્વભાવ આવો સ્નેહીઓને ત્રસ્ત કરી નાંખે છે.

મજા પડે, જો મળી જાય, તો, બેવ હાથમાં લાડુ,
વિચારધારા મગજને તારા ભ્રષ્ટ કરી નાંખે છે,

કપડાં જેમ તું બદલી નાંખે ચેહરા પરથી ચેહરો,
ભરોસો માણસજાત પરથી નષ્ટ કરી નાંખે છે.

બોલે ભલેને મીઠેરું, સંભળાય કપટની તીવ્રતા,
દાનત તારી ખોટી “કાચબા”, સ્પષ્ટ કરી નાંખે છે.

– ૦૬/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply