પરીક્ષા

You are currently viewing પરીક્ષા

પ્રેમમાં ગાંડી, પરીક્ષા ન હોય,
વધારે ઓછા ની, સમિક્ષા ન હોય,
નક્કી નથી હોતો, અભ્યાસક્રમ એમાં,
નાપાસ કરવાની શિક્ષા ન હોય.

પહેલી કે છેલ્લી, કક્ષા ન હોય,
કક્ષા પત્યાની, દીક્ષા ન હોય,
આપી દે માંગું છું, એકજ પદવી,
પદવીદાન ની પ્રતિક્ષા ન હોય.

ઠોઠ નિશાળીયાની, ઉપેક્ષા ન હોય
ક્ષમતાથી ઉપર, અપેક્ષા ન હોય,
બતાવી દે રસ્તો, તું તારી જાતે,
દિલમાં ઉતરવાને નકશા ન હોય.

આટલી સઘન, સુરક્ષા ન હોય,
ઉત્તિર્ણ થવાની આકાંક્ષા ન હોય?
તાસમાં તો કશું શિખવાડ “કાચબા”,
રોજ રોજ ખાલી પરીક્ષા ન હોય.

– ૦૬/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply