પરિવર્તન

You are currently viewing પરિવર્તન

બદલવા બદલી જવાની, છે રમત આ જીંદગી,
ને પછી વિસરી જવાની, છે રમત આ જીંદગી,

જો જરા બદલી જઈને ગેલમાં આવી જતો,
કે સ્વયં બદલી જવાની, છે તરત આ જીંદગી,

આપની વ્હારે થયા, વિના કોઈ છૂટકો નથી,
જાતની બેલી થવાની, છે ફકત આ જીંદગી,

હા પડી જાશે કોઈ પરસાદ જાતે ખોબલે,
પણ કદી નાં માનતો કે, છે મફત આ જીંદગી,

જોઈ તું શકતો નથી પણ સત્ય એકજ “કાચબા”,
બદલાવની વચ્ચે પીસાતી, છે સતત આ જીંદગી. … બદલવા બદલી જવાની…

– ૧૭/૦૯/૨૦૨૧

[પળે પળ, ક્ષણે ક્ષણ, થોડું થોડું કરીને આપણે બદલાતાં જઈએ છે… અહીંયા ટકી રહેવા માટે સતત “પરિવર્તન” કરતાં રહેવું જરૂરી છે…આ જ બદલાઈ જવાની રમતનું નામ છે.. જીંદગી…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    પરિવર્તન પર ખૂબ સરસ વિચારો રજૂ કર્યા.

  2. મનોજ

    પરિવર્તન એજ સંસારનો નિયમ છે, ખુબ સુંદર રીતે રજુ કરી બદલતાં જીવનની વાસ્તવિકતા…