પસ્તાવો

You are currently viewing પસ્તાવો

દાવ થોડાક ઉંધા પડે છે,
ઘાવ થોડાક ઊંડા પડે છે,

વાયદા થોડાક ખોટા પડે છે,
ખાડા થોડાક મોટા પડે છે,

પેટે થોડાક પાટા પડે છે,
પગલાં થોડાક પાછા પડે છે,

સિક્કા થોડાક ઓછા પડે છે,
ચિત્રો થોડાક આછા પડે છે,

ભરોસા થોડાક કાચા પડે છે,
વર્તારા થોડાક સાચા પડે છે,

રોટલાં થોડાક છેટા પડે છે,
સંબંધ થોડાક છૂટા પડે છે,

“કાચબા” ઉજાગરા સોંઘા પડે છે,
સપનાં થોડાક મોંઘા પડે છે.

– ૧૦/૦૨/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    સંપૂર્ણ અર્થસભર કવિતા….
    જે સામાન્ય રીતે જોવામાં આવતી પરિસ્થિતિ નુ
    વર્ણન .