(છંદ: દોહા,
રાગ: અષાઢ ઉચારમ્…../રિધ્ધિ દે સિધ્ધિ દે….)
તું નાજુક નમણી, શ્વેત વરણી, ચંચળ ચરણી, મધુકરણી,
છે તું પદમણી, તૃષ્ણા શમણી, શંભુ શરણી, મૃગજળણી.
હું ચીમળાયેલો, શુષ્ક થયેલો, કચડાયેલો, દબડેલો,
જાણે માર પડેલો, તાવ ચડેલો, સુસ્ત થયેલો, સબડેલો.
તેં સાદ કર્યો, ધ્યાન ધર્યો, સ્નેહ નર્યો ઉછર્યો,
તુજમાં ઉતર્યો, નેહ નિતર્યો, સંકોચ ખર્યો, હું તર્યો.
તું હસતી આવી, સાકર લાવી, પ્રેમ મિલાવી ભભરાવી.
થઇ રાત પ્રભાવી, છત્ર સજાવી, રીત નિભાવી હરખાવી. — “કાચબો”
– ૩૧/૧૦/૨૦૨૦
ખુબ જ સુંદર રચના
👌👌👌👌👌