ઉતાવળ નથી મને, વિચારીને જવાબ આપજો,
પણ જયારે પણ આપો, તો ‘હા’ આપજો.
માંગી લો સમય જેટલો, તમારે જોઈએ વિચારવા,
શ્વાસ રોકીને બેઠો છું, જરાક ધ્યાન આપજો.
સ્વતંત્ર માલિકી છે, તમને, તમારી ઇચ્છાઓની,
મારી પણ નાનકડી છે, એક વરદાન આપજો.
વશ ના થશો કોઈપણ, ગેરવ્યાજબી દબાણને,
મનમાં જે ભાવના મોટી હોય, એને માન આપજો.
સવાલ છે બે ધબકારના, જીવન-મરણ, અસ્તિત્વનો,
જયારે પણ વિચાર કરો, દીલ પર ભાર આપજો.
ગણતરી હું કરીશ, તમારા પ્રત્યેક શ્વાસની,
મારી સાથેના સપનાનો, તમે હિસાબ આપજો.
ખાલી હાથે આવ્યો, “કાચબો” તમારી શરણે,
મહેંદી તમારા નામની એમાં પાડી આપજો.
– ૧૫/૧૨/૨૦૨૦
ખૂબ સરસ ભાઈ
વાહ.. વાહ… અદભુત વાત કરી 👌👌👌
જોરદાર 👌👌👌
સરસ શબ્દો થી રચાયેલી કવિતા.