પ્રાથમિકતા

You are currently viewing પ્રાથમિકતા

ફરી એક ઉભરો, આવીને શમી ગયો,
ખો ઉભો દઈ ગયો, ને રમત રમી ગયો,

ફાટું ફાટું થઇ રહ્યો, શાંત એ જ્વાળામુખી,
ધરતીકંપનો ઓર એક, આંચકો ખમી ગયો,

મૂકી઼ દીધી’તી દોટ, ટોચ તરફ પુરપાટ,
હો કડાકો વીજળીનો..!!!, જોઈ સમસમી ગયો,

ભર્યો જોમ લીધી નેમ, કર્યું તિલક રક્તથી,
સામે આવ્યું આત્મજન, ને તરત નમી ગયો,

ખોટ ક્યાં ઉમળકાની, રોજ નવાં “કાચબા”
રીત, શરમ, જવાબદારી, નામ દઈ થમી ગયો.

– ૨૩/૦૯/૨૦૨૧

[ઈચ્છાઓ તો રોજ થાય, કંઈ કેટલુંય કરવાની, હસવા-રમવા-કુદવાની…પણ શું કરીએ? કોઈ ને કોઈ કારણોસર આપણી ઈચ્છાને મારીને પડતી મુકવી પડે છે અને અન્ય કોઈ કામ/વ્યક્તિ/વસ્તુને “પ્રાથમિકતા” આપવી પડે છે… કદાચ એનું જ નામ સંસાર છે..!!!]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 3 Comments

 1. સ્વાતિ શાહ

  ખૂબ જ ગહન રજુવાત 👌👌👌🙏🙏

 2. Ishwar panchal

  જિંદગી ને આટલું ગહન રીતે અવલોકન તમે કરો છો,
  જે કવિતામાં પ્રતીત થાય છે.અદભૂત….

 3. મનોજ

  સંસાર, જવાબદારી અને જીવનને ખુબ જ સૂક્ષ્મ સ્તરે જઈને જીવી હોય એ આવું કહી શકે અને કરી શકે. ખુબ જ ગહન શબ્દો…🙏🙏🙏