ક્યાં કોઈ દલીલ, કરવાની જ હતી,
સજા તો આમેય, મળવાની જ હતી,
ભરાઈ ગઇ’તી શંકા, મગજમાં તારાં,
દુનિયા તો મારી, ઉજડવાની જ હતી,
સુકાઈ ગયેલી નદીઓ, હૈયામાં હેતની,
કોટડી તો મારે, બદલવાની જ હતી,
સમજી શકે ના તું, લાચારી મારી, તો,
હાલત ક્યાં મારી, સુધરવાની જ હતી,
કર્યો તેં નિર્ણય, મને હાંકી કાઢવાનો,
તૈયારી અહીં પણ, રઝળવાની જ હતી,
લાકડામાં ઘાસલેટ, તેં છાંટીને રાખ્યું’તું,
વાર તો ઠાઠડીનાં, નીકળવાની જ હતી,
ખૂલે નહીં કેમેય કરી, ગાંઠ મનની “કાચબા”
દાનત ક્યાં તારી, સમજવાની જ હતી.
– ૨૦/૦૮/૨૦૨૧
👌👌👌
માહોલ ગમગીન બનાવી સકો છો.કલમ તમારી વિસ્મિત કરે છે.
વાહ વાહ વાહ……એક એકથી ચડિયાતી અનમોલ રત્નકણિકા સરિખી હદયગમ્ય ભાવપૂર્ણ શૈલીમાં પંક્તિઓ લખી છે અમિત ભાઈ તમે…. હાર્દિક ધન્યવાદ 🙏
ખૂબ જ લાજવાબ
Very nice creation