એવું નથી કે કચકડા મોંઘા છે, દીકરી
તને આનંદનુ મુલ્ય સમજાય એટલે ના પાડું છું.
તને ક્યાં ખોટ છે કોઈ પણ વસ્તુની,
આતો તું જીદ કરીને ઘા નાખે છે એટલે ના પાડું છું.
હાથી, ઘોડા, વેલણ-પાટલી, ને
ઢીંગલીને સુવાની પેલી ખાટલી,
તું ભુલી જશે, મને ડર છે,
એ બઘા ક્યાં જશે, તને ક્યાં ફીકર છે?
ઢીંગલી નવી આવ્યા પછી, ઘુઘરો તારો
મને વળગીને જે રડેલો, એ મને યાદ છે
મને આમ એકજ ઝાટકે પારકી કરી નાંખવાની?
એવો ઢીંગલીનો આક્રંદ મારાથી નહીં ઝેરવાય, એટલે ના પાડું છું.
મને ખબર છે તને નહીં ગમે, તું રિસાઈ જશે મને નહીં ગમે,
જે માંગો એ મળી જાય એ માત્ર વાર્તાઓમાંજ થાય, અલાદીન,
હું ચિરાગ નહીં, ‘કાચબો’ છું, તને સમજાય એટલે ના પાડું છું.
– ૨૮/૦૯/૨૦૨૦