મિજાજ તમારો ક્યારે ફરી જાય, નક્કી નહીં,
તિરાડ સંબંધમાં ક્યારે પડી જાય, નક્કી નહીં.
વાટ જોતાં ઉભા રહો અમારી, અનિમેષ નજરે,
બારણેથી જાકારો ક્યારે મળી જાય, નક્કી નહીં.
શબ્દો તમારા ખૂટે નહીં અમારી પ્રશંશા કરતાં,
મીઠાઈમાં મીઠું ક્યારે ભળી જાય, નક્કી નહીં.
હેત તમારું ઉભરાય ત્યારે તો જોવાનું જ શું?
ઠંડીમાં પારો ક્યારે ચઢી જાય, નક્કી નહીં.
કલાકો સુધી દોર ચાલે તમારી મીઠી વાતોનો,
ખભેથી હાથ ક્યારે ખસી જાય, નક્કી નહીં.
લાલી હોય તમારા ગાલે જયારે સાથે હોઈએ,
ચેહરાનો રંગ ક્યારે ઉડી જાય, નક્કી નહીં.
વેશ ધર્યો “કાચબા”નો પણ સ્પર્ધા કોની સાથે?
માત કાચીંડાને ક્યારે મળી જાય, નક્કી નહીં. … મિજાજ૦
– ૦૨/૧૨/૨૦૨૧
[એનાં મિજાજનું તો શું કહેવું? ક્યારે ફરી જાય, કંઈ નક્કી નહીં. થોડીવાર પહેલાં પ્રેમથી હસીને વાત કરતો હોય ને બીજી જ ઘડીએ ગુસ્સામાં આવીને મારવા માંડે. ઘડીકમાં લાલ ને ઘડીકમાં પીળો, એટલો ઝડપથી “રંગપરિવર્તન” કરી લે કે કાચીંડો પણ શરમાઈ જાય….]
માત કાચિદાને ક્યારે ….રંગ બદલવામાં મનુષ્ય આટલો આગળ છે,ગજબ નું વિસ્લેસણ.
.
Good he
Khub Saras Rachna
બેહદ ખૂબસૂરત અને અદ્ભૂત રચના
અને એકદમ જ સાચી છે. ❤️👏❤️