કૃષ્ણ કૃષ્ણ કરનારા અહીં ધણાં છે,
ઘણાં ને અહીં રાધાની ફિકર છે,
ઉતારે કોઈ કાગળ પર, મારીયે વેદનાને,
કલમ એવી શોધતી, રુક્મણીની નજર છે,
કૃષ્ણને મળ્યા, ભજન, કીર્તન, પ્રભાતિયાં,
વૃંદાવનમાં રાસ પર, રાધાની પકડ છે,
વાંસળી ને મળ્યા, સૂરો સાત સરગમનાં,
દ્વારિકામાં જ ખોવાયા, રુક્મણીનાં સ્વર છે.
કૃષ્ણને, માત, તાત, મળી સોળ હજાર આંઠ,
રાધાની રાખતા, માં યશોદા ખબર છે,
સુદામાયે લાવ્યા, તો તાંદુલ એનાં માટે,
રુક્મણીને પડખે એક કાળિયો પત્થર છે,
કૃષ્ણએ ભોગવ્યા મંગળા થી સંધ્યા,
રાધાને માટે પણ કંકૂ-કેસર છે,
ખોતર મારાં ઝખ્મો, ને ઢાળ “કાચબા” શબ્દમાં,
શબ્દોમાં તારાં એક ચાબુકની અસર છે.
– ૧૮/૦૬/૨૦૨૧