તારી અંદર પણ એક તરલ છે,
મારી અંદર પણ એક તરલ છે,
તારું પણ નદીઓ લાવે છે,
મારું પણ ‘નદી’ઓ લાવે છે,
તારે પણ એના ઉછાળા છે,
મારે પણ એના ઉકાળા છે,
તારું પણ જીવ જીવાડે છે,
મારું પણ જીવ જીવાડે છે,
તારું પણ ફરતું રહેતું છે,
મારું પણ ફરતું રહેતું છે,
તારું પણ એટલું ખારું છે,
મારું પણ એટલું ‘ખારું’ છે,
તારું, પણ, કોઈ પીતું નથી,
મારું, પણ, કેટલાય પીએ છે,
તારું પણ તારી હદ માં છે,
મારું પણ મારી હદ માં છે,
તારું, પણ, હદ છોડે “કાચબા”,ચારે કોર વિનાશ છે,
મારું, પણ, હદ છોડે તો,મારા જય શ્રી રામ છે.
– ૧૯/૧૧/૨૦૨૦