દેખાય છે એવું, કાયમ હોતું નથી,
આંસુ જે સારે, એ ખરેખર રોતું નથી.
વાયદા લોકો કરે ,ઘણા, મોટાં મોટાં,
પણ તકલીફ માં સામે, કોઈ જોતું નથી.
હાથ લઈને હાથ માં, રમવા સૌ કોઈ તૈયાર,
પણ ચાદર મેલી થાય તો, કોઈ ધોતું નથી.
માથે મૂકીને ફેરવાની, વાતો કાયમ કરે,
પણ જવાબદારી આવે તો, કોઈ ઢોતું નથી.
“ખોવાઈ જવું છે મારે, તારી બે આંખોમાં”,
પણ સામે ચાલીને પૂછે તો, કોઈ ખોતું નથી,
સેવા કરવા ભુખ્યાની, કાયમ ‘કહેતા’ તત્પર,
પણ ચોમાસે બે બીજ, કોઈ બોતું નથી.
જરા ભોળો છે તું, ધ્યાન રાખજે, “કાચબા”
પણ એકાદ થાપ ખાય, તો કાંઈ ખોટું નથી.
– ૧૦/૧૨/૨૦૨૦