સાચું ઠેકાણું

You are currently viewing સાચું ઠેકાણું

ઉકળાટ થાય, તો ટાઢક પાસે જાવુ,
કકળાટ થાય, તો બાળક પાસે જાવુ,

શંશય થાય, તો વાચક પાસે જાવુ,
સંચય થાય, તો યાચક પાસે જાવુ,

અંધકાર થાય, તો દીપક પાસે જાવુ,
અહંકાર થાય, તો દાહક પાસે જાવુ,

અગવડ થાય, તો યોજક પાસે જાવુ,
સગવડ થાય, તો સર્જક પાસે જાવુ,

પતન થાય, તો પાવક પાસે જાવુ,
જતન થાય, તો લાયક પાસે જાવુ,

અણધાર્યું થાય, તો કારક પાસે જાવુ,
તરવું હોય “કાચબા”, તો તારક પાસે જાવુ.

– ૦૬/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply