ધીરજની પરીક્ષા બહુ થઈ, હવે પરિણામ દે,
તારાથી થાય તો કર, નહીં તો મુંજને કમાન દે.
સામર્થ્ય ના તારા, તેં બહુ ફૂંક્યા છે બણગા,
લોઢું તપ્યું છે લાલચોળ, તક છે, પ્રમાણ દે.
એવું નથી કે અવસર, તને પૂરતો મળ્યો નથી,
સત્યનો કર સ્વીકાર, ને નિષ્ફળ,ખુદને કરાર દે.
પ્રયન્ત કર તો જીવ રેડીને, એ કે’વાનું શું?
રસ્તો નહીં બસ દાનત બદલ, ફરજ પર ધ્યાન દે.
ઊંચી વગ, ને બહોળો તારો અનુભવ “કાચબા”,
કામ જો કરે નહીં, તો શેખીઓ છોડી તમામ દે.
– ૧૪/૦૪/૨૦૨૨
[હા, બહુ મોટી સમસ્યા છે; પણ તું ધીરજ રાખ,બધું ઠીક થઈ જશે…. એવાં બધાં તારાં દિલાસા નથી જોઈતાં મને. સમસ્યા છે, મને ખબર છે. તારે આપવું જ હોય અને તારાથી અપાતું હોય તો મને “સમાધાન આપ“, નહીંતર ચૂપચાપ બેસી રહે. બાકી આમ સમસ્યાઓ ગણાવ્યા ન કર…]
દમદાર પ્રશ્ર્નો……
વિચારશીલ પ્રશ્ર્નો……અને
મુશ્કિલ જ નહિ નામુમકીન પણ છે.
કવિની મહાનતા છે કે જે દરેક ને આવતા પ્રશ્નો
ને કવિતાના માધ્યમ થી કવિ ખુલ્લા દિલે પ્રતિબિંબ
કરતા હોય છે.
વાહ…વાહ…સીધો પડકાર…
દિલાસો નહીં સમાધાન જોઈએ…
જુસ્સાદાર રજૂઆત…👌👌👌✍️✍️✍️