સંભાળીને

You are currently viewing સંભાળીને

રમત રમતમાં ખેલ કરી જાય છે લોકો,
લાગણીઓ સાથે રમી જાય છે લોકો.

ઉમળકા સાથે રોજ આવીને ભેટે, ને-
હાથમાંથી અચાનક સરી જાય છે લોકો.

ભીડ ચીરીને કોઈ ઉતરી જાય મનમાં,
નીકળીને ભીડમાં ભળી જાય છે લોકો.

મીઠેરો સાદ દઈ દોડાવે અંધારે,
ગોઠવીને છટકું પુરી જાય છે લોકો.

વર્ષોના વાયદે કરાવે સહાયતા પણ-
પહેલાં જ પોકારે ફરી જાય છે લોકો.

આંખો ઢાંકીને જાણે લઈ જાય બગીચે, ને-
ચક્રવ્યૂહ વચ્ચે છોડી જાય છે લોકો.

ઓળખવા “કાચબા” કેમ સ્વાર્થી રમતવીર,
મ્હોરાં પર મ્હોરૂં પે’રી, જાય છે લોકો.

૦૪/૦૪/૨૦૨૨

*છટકું: શિકાર ને પકડવા માટે યુક્તિપૂર્વક ગોઠવેલું પાંજરું

[ડગલે ને પગલે ધૂતારાઓ તૈયાર બેઠા છે તને છેતરવા માટે. માટે જરા “સંભાળીને” રહેજે, કારણકે ધૂતારાઓ સજ્જનનો નાં વેશમાં ફરે છે. અને એનાથી વધારે દુઃખ ની વાત એ છે કે એ બીજા કોઈ નહીં પણ એ લોકો જ છે જેને તેં તારાં ગણીને એમની મુશ્કેલીનાં સમયમાં એમનો સાથ આપેલો…]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
1 પ્રતિભાવ
Inline Feedbacks
View all comments
Ishwar panchal
Ishwar panchal
14-Sep-22 7:30 PM

અદભુત ,પરિપકવ અને સંપૂર્ણ કાવ્ય……………….
ખુબજ હદયસ્પર્શી ભાવના વ્યક્ત કરવામાં માહિર
કવિ કમાલ કરી ગયા…