મારી છોડ, તું તારી સંભળાવ,
થાક સફરનો, ઉતારી સંભળાવ,
સામે ચાલીને, આવ્યો છે મળવા,
પહેલા તારી, ઉદાસી સંભળાવ,
બાંધીને લાવ્યો, હોય જે ભાથું,
ખોલીને આંખે, ચોધારી સંભળાવ,
સાંતવના મેં, બૌ લીધી છે તારી,
છે કોઈ મારી, ઉધારી સંભળાવ,
કુંડાળા પડ્યા છે આંખોની ફરતે,
ક્યાંથી લાગી, બિમારી સંભળાવ,
અડગ રહ્યો છે તારા વચનોએ,
આજે તારી, ખુમારી સંભળાવ,
ઉત્ર્યો છે તારાં પાટલે થી નીચે,
સારું કોઈ બ્હાનું, વિચારી સંભળાવ,
હાથ તેં ક્યારેય જોડ્યા નથી “કાચબા”,
કોણે તને આપી, લાચારી સંભળાવ.
મારી છોડ, તું તારી સંભળાવ.
– ૨૯/૦૩/૨૦૨૧
વાહ વાહ.. હું તો ઠીક છું, તું વિચલિત જણાય છે, તું જણાવ… ખુબ ખુબ સુંદર ભાવના રજુ કરી.