અનાયાસે હાથથી સરકી જવાયું,
એમનાં બાજુ સુધી પહોંચી જવાયું,
કહેવાયું કશુંજ નહીં અધરોથી એમને,
અધરો સુધી પહોંચીને અટકી જવાયું.
જોયાંજ નહીં નજરોએ નજરોથી એમને,
એમનાજ તો સ્વપ્નમાં સરકી જવાયું.
હૈયામાંહે ભળી ગયું હૈયું એ સુગંધી,
પરસ્પરના પરસેવે પલળી જવાયું.
ઉષ્માના એ જુવાળને વેઠી ના શક્યાં,
પળભરમાં જ અંદરથી સળગી જવાયું.
ખોઈ બેઠાં સુધબુધ કોઈ હોવા પણાની,
સમાધિમાં જાણેકે ઉતરી જવાયું.
સીમાડાઓ “કાચબા” ધુમાડા થયા,
આત્મામાં આત્માથી ભળી જવાયું.
– ૨૨/૧૧/૨૦૨૧
કેવો અદ્ભુત એ નજારો હશે અને કેવો અલૌકિક અનુભવ હશે જ્યારે ઉછળતા એ સાગર સાથે મદમસ્ત બનેલી સરીતાનો “સંગમ” થતો હશે, કેવી પ્રચંડ ઉર્જાઓ અથડાતી હશે ત્યારે….
સરસ રચના.
વાહ વાહ… અદભૂત પ્રેમની અભિવ્યક્તિ 👍🏻