થાવું હોય એ થાય, હવે તો જોયું જાશે,
હાલ, ગમે તે થાય, હવે તો જોયું જાશે,
વધુ નહીં સહેવાય, હવે તો જોયું જાશે,
બેસી ના રહેવાય, હવે તો જોયું જાશે,
પડકારો ફેંકાય, હવે તો જોયું જાશે,
લોહી ઉકળતું જાય, હવે તો જોયું જાશે,
વાદળીઓ ઘેરાય, હવે તો જોયું જાશે,
ચિચિયારી પડઘાય, હવે તો જોયું જાશે,
તલવારો ખેંચાય, હવે તો જોયું જાશે,
ઉંચ નીંચ જે થાય, હવે તો જોયું જાશે,
આર પાર થઈ જાય, હવે તો જોયું જાશે,
ઘમાસાણ થઈ જાય, હવે તો જોયું જાશે,
ખુદથી ખુદની લડાઈ, હવે તો જોયું જાશે,
સ્વયંથી કેમનું જીતાય, “કાચબા” જોયું જાશે.
– ૦૩/૧૧/૨૦૨૧
[માથે તિલક કરીને, મન મક્કમ કરીને નીકળી પડ્યા છીએ “સંઘર્ષ“નાં માર્ગે. હવે તો જે થવાનું હોય એ થઈ જાય.. જોઈ લઈશું. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પહોંચી વળશું. એકવાર ડગલું આગળ ભરી લીધાં પછી હવે પાછું વળીને જોવું નથી….]
આત્મવિશ્વાસ થી ભરપુર કવિતા .
આજે પ્રતિલિપિ ચર્ચામાં વાંચ્યો અભિપ્રાય અને ઓનલાઇન આવવાનો મોકો મળ્યો.. ખૂબ જ સુંદર વર્ણન કર્યુ
સંઘર્ષને પણ આટલી સુંદર રીતે રજૂ કરી શકાય… વાહ… ખૂબ સુંદર કવિતા, વાંચીને જુસ્સો ચડી જાય એવી રજૂઆત 👌🏻