ઈચ્છાઓ અધૂરી, રહી જાય છે, શું કરીએ?
દાયિત્વો દૂર, લઈ જાય છે, શું કરીએ?
વારંવારની ઉપેક્ષાઓથી અક્ળાયા છે,
અરમાનો કોહ્યલું કહી જાય છે, શું કરીએ?
જુસ્સો, બધ્ધો જ, ઠરી જાય છે, શું કરીએ?
વાયદો, નવ્વો જ, મળી જાય છે, શું કરીએ?
નિઃસહાય છે ઓરતાં, જવાબદારીઓ સામે,
શૂરા બોલ્યા ફરી જાય છે, શું કરીએ?
નાં કરવાનું થઈ જાય છે, શું કરીએ?
મોકા થાપ દઈ જાય છે, શું કરીએ?
અનુકૂળ સમયની રાહ જોવામાં “કાચબા”,
આયખું આખું જ વહી જાય છે, શું કરીએ?
– ૨૧/૦૮/૨૦૨૧
ખુબ સરસ 👌👌👌
વાહ અદભુત રચના હર વખતની જેમ સુંદર અને સમજણ ભરી ગઝલ
સમય અને સંજોગો ના હાથે મજબુર થઈ જવાય છે સમય આવે તો બધું ચાલી જાય છે 👌👌👌👌👌👌🙏🙏🙏✍️✍️✍️🌹🌹🌹❣️
વાહ ખુબ જ હ્દય સ્પર્શી ને અર્થસભર અભિવ્યક્તિ
👌👌👌👌👌
ખૂબ સરસ રચના.જિંદગી ની સચ્ચાઈ ખૂબ સારી રીતે
રજૂ કરી છે.
વાહ વાહ વાહ…. અંતરમનની ગડમથલ ને વ્યથાને સુંદર રદયસ્પર્સી પંક્તિઓ દ્વારા અભિવ્યક્ત કરી… હાર્દિક ધન્યવાદ 🙏